Get The App

સમા-સાવલી રોડ પર કારમાંથી દારૃ પીધેલી હાલતમાં અમદાવાદના બે ડોક્ટર અને એન્જિનિયર પકડાયા

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
સમા-સાવલી રોડ પર કારમાંથી દારૃ પીધેલી હાલતમાં અમદાવાદના બે ડોક્ટર અને એન્જિનિયર પકડાયા 1 - image

વડોદરાઃ વડોદરામાં રોજેરોજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના બનાવો બની રહ્યા છે ત્યારે ગઇરાત્રે સમા વિસ્તારમાં એક લગ્નમાં આવેલા અમદાવાદના બે ડોક્ટર અને એક એન્જિનિયર દારૃના નશામાં ઝડપાઇ ગયા હતા.

સમા-સાવલી રોડ પર રાત્રે બે કાર વચ્ચે સાધારણ અકસ્માતનો બનાવ બનતાં બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું.પરંતુ ત્યારબાદ અકસ્માત કરનાર કારનો ચાલક કાર ચલાવી શકે તેવી સ્થિતિમાં નહિ હોવાથી પેટ્રોલપંપ પરથી કોઇ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.સમા પોલીસે તપાસતાં ત્રણેય જણા દારૃના નશામાં ચૂર જણાયા હતા.જેથી તેમને પોલીસ વાનમાં લઇ જવાયા હતા અને કાર ક્રેન વડે કબજે કરી હતી.

પૂછપરછ દરમિયાન કાર ચાલકનું નામ પરાગ પૂંજાલાલ ચૌહાણ (સોફ્ટવેર એન્જિનિયર) તેમજ પાછળ બેઠેલામાં તેનો ભાઇ ડો.અંકુર પૂંજાલાલ ચૌહાણ (સ્કીન સ્પેશિયાલિસ્ટ) અને ડો. ધૈર્ય ચેતનકુમાર આચાર્ય(એમબીબીએસ)હોવાનું ખૂલ્યું હતું. ત્રણેય જણા ચાણક્યપુરી સોસાયટી,ડમરૃ સર્કલ પાસે,ઘાટલોડિયા, અમદાવાદમાં રહેતા હોવાનું પોલીસે કહ્યું હતું.