Amreli News: અમરેલીના રાજુલામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજુલાના ખાખબાઈ ગામ પાસે ધાતરવડી નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નીપજ્યા છે. બાળકો ડૂબ્યા હોવાની જાણ થતાં સરપંચ, સ્થાનિકો ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. જેમાં તરવૈયાની મદદથી બંને બાળકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત
મળતી માહિતી મુજબ, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે 42 ડિગ્રી તાપમાન વચ્ચે રાજુલાના ખાખબાઈ ગામ નજીક ધાતરવડી નદીમાં બે બાળકો નહાવા પડ્યા હતા. આ દરમિયાન નદીના ઊંડા પાણીમાં બંને બાળકો અચાનક ડૂબ્યા હતા.
આ મામલે ખાખબાઈ ગામના સરપંચ અને ગામ લોકોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેવામાં બંનેના પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યા હતા. સ્થાનિક યુવાનો દ્વારા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી રાજુલા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવ્યા છે.
મૃતકોના નામ
ગાંડુભાઈ લાલાભાઇ પરમાર(ઉં.વ.15)
દક્ષભાઈ રાજેશભાઈ ડોડીયા (ઉં.વ.15)


