Get The App

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા

આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો : કાર કબજે

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા 1 - image

વડોદરા,લગ્ન પ્રસંગમાં અને  રાજસ્થાન ફરવા જવા માટે કાર ભાડે લઇ સગેવગે કરવાના કેસમાં પાણીગેટ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. 

પાણીગેટ આયુર્વેદિક  ત્રણ રસ્તા પાસે જયનારાયણ કોમ્પલેક્સમાં રહેતા સંદીપ અનિલભાઇ દાભાડેએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારી કાર ભાડે ફેરવવા માટે લઇ ગયા પછી આરોપીઓએ પરત કરી નહતી.આરોપીઓએ   ફરિયાદીને ડરાવવા માટે આપઘાતનો ખોટો વીડિયો વાયરલ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા ગોવિંદ પારસમલ સેન (રહે.રવિ પાર્ક સોસાયટી, વરાછા, સુરત મૂળ રહે. જડોલ ગામ, રાયપુર, જિ. ભીલવાડા,રાજસ્થાન) તથા રાહુલ ગોપીલાલ સાલવી (રહે. કૃષ્ણકુંજ નિવાસ,  હનુમાન પોળ, બાજવા મૂળ રહે. ભાદલા ગામ,જિ.રાજસમંદ,રાજસ્થાન) ની  પાણીગેટ પોલીસે ધરપકડ કરી કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ ૮.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.