Get The App

૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા

અમદાવાદ ખાતે દારૃ મંગાવનાર તથા સપ્લાયર સહિત ચારની શોધખોળ શરૃ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
૩૪ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે બે આરોપી ઝડપાયા 1 - image

વડોદરા,પોલીસે મુંબઇ - દિલ્હી  એકસપ્રેસ હાઇવે પરથી ૩૪લાખનો વિદેશી દારૃનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ડ્રાઇવર ક્લિનરની ધરપકડ કરી અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે, વિદેશી દારૃનો જથ્થો ભરેલી એક સફેદ કલરની ટ્રક ભરૃચ તરફથી નીકળી અમદાવાદ તરફ જવાની છે. પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ સ્ટાફે મુંબઇ - દિલ્હી એક્સપ્રેસ  હાઇવે પર ફાજલપુર ઉતરવાના ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૃ ભરીને આવતી ટ્રકને પોલીસે ઝડપી લીધી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૃની ૮,૮૯૨ બોટલ કિંમત રૃપિયા ૩૪.૮૭ લાખનો કબજે કર્યો હતો. પોલીસે દારૃ ઉપરાંત રોકડા ૧૭,૩૫૦ રૃપિયા, એક મોબાઇલ ફોન, ટ્રક મળીને કુલ ૫૦.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ટ્રકના ડ્રાઇવર જોધારામ જોગારામ જાટ તથા ક્લિનર ભાગીરથ રામારાજ જાટ ( બંને રહે. લોહારવા ગામ, નખારીનાડી, તા. ધોરીમન્ના,જિ. બાડમેર,રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. જ્યારે સુત્રારામ સારણભાઇ જાટ, સુરજખાન તથા અમદાવાદ ખાતે દારૃ મંગાવનાર સહિત ચાર આરોપીઓને  પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.