Get The App

પાણીગેટમાં ગાંજો વેચતા બે આરોપી ઝડપાયા

૧.૨૫૬ કિલો ગાંજો કબજે : એક આરોપી વોન્ટેડ

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
પાણીગેટમાં ગાંજો વેચતા બે આરોપી ઝડપાયા 1 - image

વડોદરા,પાણીગેટમાં ગાંજો વેચતા બે આરોપીઓને  પાણીગેટ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ  હાથ ધરી છે. 

એલ.સી.બી.ઝોન ૩ ની ટીમને માહિતી મળી હતી કે, પાણીગેટ હાથીયાખાન રોડ પર શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર સામે આવેલી ગલીમાં સર્વોદય કોમ્પલેક્સમાં  ચોથા માળે બે આરોપીઓ ગાંજાનો સંગ્રહ કરીને વેચાણ કરે છે. જેથી, ડીસીપી અભિષેક ગુપ્તાની સૂચના મુજબ સ્ટાફના સિદ્ધાર્થસિંહ તથા અન્ય જવાનોએ રેડ કરીને ૧.૨૫૬ કિલો ગાંજો કિંમત રૃપિયા ૬૨,૮૦૦ નો કબજે કર્યો છે.  પોલીસે આરોપી શંકરભાઇ છગનભાઇ પાટણવાડિયા,ઉં.વ.૬૫ (રહે.સર્વોદય એપાર્ટમેન્ટ) તથા હાર્દિક ચંદ્રકાંતસિંહ વસાવા, ઉં.વ.૨૦ (રહે. ભાથુજીનગર, વાઘોડિયા રોડ) ની  સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપી જીજ્ઞોશ માછીને પકડવાનો બાકી છે.