Gujarat

પ્રિયલક્ષ્મી મિલ પાસે કોર્પોરેશનના આસિ.એન્જિનિયર પર હુમલો કરનાર બે આરોપી પકડાયા

By GS TEAM
10 Dec 20251 min read
પ્રિયલક્ષ્મી મિલ પાસે કોર્પોરેશનના આસિ.એન્જિનિયર પર હુમલો કરનાર બે આરોપી પકડાયા

વડોદરાઃ પ્રિયલક્ષ્મી મિલ પાસે પાણીની પાઇપ નાંખવાની કામગીરી દરમિયાન ગઇસાંજે કોર્પોરેશનના એન્જિનિયર પર હુમલાના બનેલા બનાવમાં પોલીસે બે જણાની ધરપકડ કરી છે.

કોર્પોરેશનના વોર્ડ નં.૮માં આસિ. એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અજયકુમાર ડોડિયાએ પોલીસને કહ્યું છે કે, ગઇકાલે સાંજે પાંચેક વાગે રસુલજીની ચાલી પાસે પાણીની પાઇપ બદલવાની કામગીરી ચાલતી હતી ત્યારે બે જણાએ પાઇપ કેમ બદલો છો તેમ કહી મને માર માર્યો હતો. ત્યારબાદ ચાર મહિલાઓએ  પણ સરકારી ફરજમાં રૃકાવટ કરી હતી.

સયાજીગંજ પોલીસે ગઇ મોડીરાતે ગુનો નોંધી હુમલો કરનાર મનોજ રમેશભાઇ પરમાર અને રિતેષ રમેશભાઇ પરમાર(બંને રહે.રસુલજીનીચાલી)ની ધરપકડ કરી છે. જ્યારે બે મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે.