Get The App

ટ્વિન્સ બહેનોનું ધો-10 નું રિઝલ્ટ પણ સરખુઃ 477 માર્કસ, 95.4 ટકા

અંગ્રેજીમાં બંનેના 96 માર્કસઃ બંને બહેનો રમીતા અને રચિતાએ કહ્યું, રિઝલ્ટ પણ સરખું આવશે તેવી કલ્પના નહોતી

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News

સુરત,તા. 15 જુલાઇ, 2020,બુધવાર

સીબીએસઇ દ્વારા આજે જાહેર થયેલા ધો-10 ના પરિણામમાં સુરતના પીપલોદ વિસ્તારની બે જોડીયા બહેનો રમીતા અને રચિતા બન્નેના સરખા 477 માર્કસ અને 95.4 ટકા સાથે પાસ થતા આ બન્ને બહેનોએ કલ્પના પણ કરી નહીં હોવાનું જણાવ્યુ હતુ.

સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી બે જોડીયા બહેન રમીતા અને રચિતા પીપલોદ વિસ્તારમાં રહેવાની સાથે ઘર નજીકની કેન્દ્વીય વિદ્યાલયમાં ધો-10 નો અભ્યાસ કરતી હતી. આજે પરિણામ જાહેર થતા જ બન્ને બહેનોની ખુશી સમાતી ન હતી. કેમકે બન્ને જોડીયા બહેનોના માર્કસ સરખા 477 આવ્યા હતા.

જેમાં અંગ્રેજી માં પણ બન્નેના સરખા જ ૯૬ માર્કસ હતા. રમીતાના મેથેમેટીકસમાં 100  માર્કસ છે. જયારે રચિતાના 96 માર્કસ છે. તો સાયન્સમાં રચિતા 99 માર્કસ મેળવ્યા છે. જયારે રમિતાના ૯૪ માર્કસ આવ્યા છે.  આ જોડીયા બહેનાની માતા ટીચર છે. અને પિતા સરકારી એકસાઇઝ વિભાગમાં કામ કરે છે. બન્ને બહેનોને ભરતનાટયમ શીખવાનો શોખ છે.

Tags :