Gujarat

ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમશે

By GS TEAM
4 Jan 20261 min read
TukuTouch Logo
ટી.ટી.એ.બી. (ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા) દ્વારા ડબલ્યુ.ટી.ટી. (વર્લ્ડ ટેબલ ટેનિસ) યુથ કન્ટેન્ડર તથા વર્લ્ડ ફીડર સિરીઝનું આયોજન તા. 2થી 11 જાન્યુઆરી દરમિયાન સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. ડબલ્યુ.ટી.ટી. યુથ સ્પર્ધાના છેલ્લા બે દિવસ દરમિયાન 12 ટેબલ પર કુલ 650 જેટલી મેચો રમાઈ, જેમાં ખેલાડીઓએ ઉત્તમ રમતથી દર્શકોને રોમાંચિત કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટી.ટી.એ.બી. આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં રોમાંચક મુકાબલા, વર્લ્ડ ફીડર સિરીઝમાં વેદ શેઠ રમશે

ટી.ટી.એ.બી. (ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા) દ્વારા ડબલ્યુ.ટી.ટી. (વર્લ્ડ ટેબલ ટેનિસ) યુથ કન્ટેન્ડર તથા વર્લ્ડ ફીડર સિરીઝનું આયોજન તા. 2થી 11 જાન્યુઆરી દરમિયાન સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. ડબલ્યુ.ટી.ટી. યુથ સ્પર્ધાના છેલ્લા બે દિવસ દરમિયાન 12 ટેબલ પર કુલ 650 જેટલી મેચો રમાઈ, જેમાં ખેલાડીઓએ ઉત્તમ રમતથી દર્શકોને રોમાંચિત કર્યા છે.

આ વર્ષે બીજી વખત વડોદરામાં યોજાઈ રહેલી ડબલ્યુ.ટી.ટી. યુથ કન્ટેન્ડરમાં અંડર-11થી અંડર-19 કેટેગરી સુધી કુલ 226 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. વિવિધ દેશોના પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી રહી છે. આ સાથે ડબલ્યુ.ટી.ટી. ફીડર સિરીઝનું આયોજન તા. 7થી 11 જાન્યુઆરી દરમિયાન ભારતમાં પહેલીવાર થવા જઈ રહ્યું છે. આ સિરીઝમાં અમેરિકાથી ભાગ લઈ રહેલા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયન અને વડોદરાના રાજુલ શેઠના 20 વર્ષના પુત્ર, ઇન્ટરનેશનલ ખેલાડી વેદ શેઠ પણ રમશે. ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું વેદનું મુખ્ય લક્ષ્ય છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ચેમ્પિયન રહેલા રાજુલ શેઠે 18 વર્ષ સુધી રાષ્ટ્રીય સ્તરે વડોદરા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે 8 ઓલિમ્પિયન ખેલાડીઓ તૈયાર કર્યા છે. તેમના આ વિશિષ્ટ યોગદાન બદલ યુ.એસ. ઓલિમ્પિક કમિટીની તરફથી તેમને ઓલિમ્પિક ડેવલપમેન્ટ કોચ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.