Gujarat
વડોદરા પાસે દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ : બેની ધરપકડ, 51.54 લાખનો મુદ્દામાલ જપ્ત
By GS TEAM
15 Sep 20251 min read
પોલીસ દ્વારા આઇસર ગાડી, 41.45 લાખ કિંમતનો દારૂનો જથ્થો, બે મોબાઈલ મળી 51.54 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
પોલીસ દ્વારા આઇસર ગાડી, 41.45 લાખ કિંમતનો દારૂનો જથ્થો, બે મોબાઈલ મળી 51.54 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Liquor Smuglling : વડોદરામાં કરજણ તાલુકાના ભરથાણા ગામની સીમમાં ને.હા.નં. 48 પર ભરૂચથી વડોદરા તરફ જવાના ટ્રેક ઉપર ટોલનાકા પાસે એક આઇસર ગાડીને રોકી જિલ્લા એલસીબી સ્ટાફે ચેક કરતા ગાડીમાં મોટા જથ્થામાં દારૂ મળ્યો હતો. ચાલક જાવેદ નુરમહંમંદ (રહે, પઠાણ ટોલી સાસરામ (નગરપરીસદ) રોહતાસ, બીહાર) તથા કેબીનમા બેઠેલો રાજેશ મહેશગીરી ગૌસ્વામી (રહે, દાદપુર, ગોવીંદપુર, હરીદ્રાર, ઉતરાખંડ)ની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આઇસર ગાડી, 41.45 લાખ કિંમતનો દારૂનો જથ્થો, બે મોબાઈલ મળી 51.54 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.