Gujarat

દેણા બ્રિજ પર અકસ્માત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ,3 કિમી ટ્રાફિક જામ

By GS TEAM
3 Feb 20261 min read
દેણા બ્રિજ પર અકસ્માત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ,3 કિમી ટ્રાફિક જામ

વડોદરાઃ વડોદરા નજીક દેણા બ્રિજ પર આજે નમતી બપોરે અકસ્માતના બનાવ બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

દેણા બ્રિજ પરથી પસાર થતી કારને ટેન્કરે ટક્કર મારતાં કાર ફરી ગઇ હતી.જો કે અકસ્માતમાં કોઇને ઇજા થઇ નહતી.આ તબક્કે પાછળ આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે જોરથી બ્રેક મારતાં ટ્રકની જ આગળની એન્ગલો ડ્રાઇવરની આસપાસ ભરાઇ ગઇ હતી.

ફસાયેલા ડ્રાઇવર નારાયણ રબારીને ાકઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.ઉપરોક્ત બનાવને પગલે ટ્રાફિક બ્રિજની નીચેના માર્ગે વાળવામાં આવ્યો હતો. જેથી એક કલાક સુધી જામ થતાં બે થી ત્રણ કિમી સુધી વાહનચાલકો અટવાયા હતા. પોલીસ આવી જતાં સ્થિતિ સંભાળી હતી.