Gujarat

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ચોરાઉ મુદ્દામાલ સાથે તસ્કર ત્રિપુટી ગીરફતાર

By GS TEAM
18 Oct 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક ખીમરાણા ગામે આવેલી ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પંચ કોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને મહત્વની સફળતા સાંપડી છે, અને ગણતરીના કલાકોમાં તસ્કર ત્રિપુટીને ઝડપી લઇ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ચોરાઉ મુદ્દામાલ સાથે તસ્કર ત્રિપુટી ગીરફતાર

Jamnagar : જામનગર નજીક ખીમરાણા ગામે આવેલી ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પંચ કોશી . ડિવિઝનના પોલીસ સ્ટાફને મહત્વની સફળતા સાંપડી છે, અને ગણતરીના કલાકોમાં તસ્કર ત્રિપુટીને ઝડપી લઇ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે.


જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા અશ્વિનભાઈ રમણીક લાલ ધારવિયાની ખીમરાણા ગામના પાટીયા પાસે આવેલી ઓટો પાર્ટસની દુકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી. દુકાનની પાછલી બારીના લોખંડના સળિયાવાળી તસ્કરોએ અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને લોખંડના ઘોડામાં રાખવામાં આવેલા ટ્રકના જુદા જુદા સ્પેરપાર્ટ વગેરે સહિત કુલ રૂપિયા 37,600 ની કિંમતના માલસામાનની ચોરી કરી લઈ ગયા હતા. 


જે બનાવ અંગે અશ્વિનભાઈ પંચકોશી . ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.આઈ. એન.એમ.શેખ ઉપરાંત એએસઆઈ એન બી જાડેજા સહિતની સમગ્ર ટીમ કામે લાગી હતી, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.