Get The App

જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ 1 - image

Jamnagar Tree Collapse : જામનગર શહેરના સેતાવાડ વિસ્તારમાં અવેડીયા મામા નજીક આવેલુ પીપળાનું વૃક્ષ ધરાશાયી થયાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર ધવલ નાખવા તેમજ અમર કનખરા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તેમણે સંબંધિત તંત્ર સાથે સંકલન સાધી જરૂરી કામગીરી હાથ ધરાવી હતી.

વૃક્ષ રસ્તા પર પડી જતાં વિસ્તારમાં વાહનવ્યવહાર અને અવરજવરમાં અડચણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, અને કરવત સહિતના સાધનોની મદદથી વૃક્ષની ડાળીઓ કાપી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

લગભગ એક કલાક જેટલી જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષના અવરોધને દૂર કરી સમગ્ર રસ્તો અને વિસ્તારને ફરીથી ખુલ્લો કરી આપ્યો હતો. વૃક્ષ પડવાને કારણે થોડા સમય માટે ગભરાટ અને ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નહોતી. સ્થાનિક રહીશો દ્વારા પણ તાત્કાલિક કામગીરી બદલ ફાયર બ્રિગેડ અને તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.