Gujarat

વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજાઈ

By GS TEAM
8 Nov 20252 mins read
TukuTouch Logo
પ્રથમ તાલીમ કાર્યક્રમ તા.૩ નવેમ્બરના રોજ પશ્ચિમ ઝોન ખાતે, તા.4ના પૂર્વ ઝોન ખાતે, તા.5ના દક્ષિણ ઝોન ખાતે અને તા.6ના ઉત્તર ઝોન ખાતે યોજાઇ હતી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજાઈ

Vadodara Corporation : વડોદરા શહેરના સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા પાલિકા દ્વારા તાલીમ કાર્યક્રમનું International Council for Local Environmental Initiatives (ICLEI) – સાઉથ એશિયા દ્વારા Swiss Agency for Development and Cooperation (SDC)ના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યા છે. તાલીમ કાર્યક્રમોનું આયોજન શહેરનાં ચારેય ઝોનમાં કરવામાં આવ્યુ છે. જેમાં દરેક વોર્ડ અને ઝોનને આવરી લેવાય. પ્રયત્નો સ્વચ્છ ભારત મિશન (અર્બન), નમસ્તે યોજના તથા નિર્મળ ગુજરાત અભિયાન જેવી રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય સ્વચ્છતા તથા સલામતી પહેલ સાથે સુસંગત છે.

પ્રથમ તાલીમ કાર્યક્રમ તા.૩ નવેમ્બરના રોજ પશ્ચિમ ઝોન ખાતે, તા.4ના પૂર્વ ઝોન ખાતે, તા.5ના દક્ષિણ ઝોન ખાતે અને તા.6ના ઉત્તર ઝોન ખાતે યોજાઇ હતી. જેમાં  સેનિટરી ઇન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કર, સુપરવાઇઝર તથા ડોર-ટુ-ડોર સુપરવાઇઝરે ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ શહેરના ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા તથા સફાઈ કર્મચારીઓની સલામતી વધારવા પર કેન્દ્રિત હતું.

 તાલીમના મુખ્ય વિષયો તરીકે કચરાનો સંગ્રહ (Collection), સેગ્રીગેશન (Segregation), રૂટ આયોજન(Route Planning), વ્યક્તિગત સ્વચ્છતા(Personal Hygiene), પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE)નો યોગ્ય ઉપયોગ અને વાહન જાળવણી (Vehicle Maintenance) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે. શહેરના “નેટ-ઝીરો સિટી રેઝિલિયન્સ એન્ડ ક્લાઈમેટ એક્શન પ્લાન (CRCAP)” હેઠળ વેસ્ટ સેગ્રીગેશન અને અસરકારક પ્રાથમિક તથા સેકન્ડરી કલેક્શન સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અભિગમ શહેરમાં ગ્રાઉન્ડ લેવલથી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન પ્રણાલીને મજબૂત બનાવવામાં સહાયક સાબિત થશે. પહેલ પાલિકાની સફાઈ કર્મચારીઓની કાર્ય પરિસ્થિતિમાં સુધારો લાવવાની, તેમની સલામતી સુનિશ્ચિત કરવાની તથા ટકાઉ કચરા વ્યવસ્થાપન પ્રથાઓ વિકસાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. શહેરને સ્વચ્છ, મજબૂત અને ટકાઉ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું છે.