Gujarat

ગારિયાધારના માંડવીમાં પ્લોટ પચાવી પાડવાના વિવાદમાં જેસીબીથી દીવાલ તોડી પાડી

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગરના માંડવી ગામે પ્લોટ વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું છે. સુરતમાં રહેતા કમલેશભાઈ પાલડીયાના પ્લોટની દીવાલ કલ્યાણ બેલડીયા અને ગોરખ ડેરે JCB વડે તોડી પાડી. કમલેશભાઈએ સુરતથી CCTVમાં આ લાઈવ દ્રશ્યો જોયા હતા. ગોરખ ડેરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગારીયાધાર પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગારિયાધારના માંડવીમાં પ્લોટ પચાવી પાડવાના વિવાદમાં જેસીબીથી દીવાલ તોડી પાડી

જાનથી મારી નાંખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ

સુરત રહેતા વેપારીએ સીસીટીવીમાં લાઈવ દ્રશ્યો જોતા ભોપાળું બહાર આવ્યું

ભાવનગર -  ગારીયાધાર તાલુકાના માંડવી ગામે પ્લોટનો વિવાદ ઉગ્ર બનતા જેસીબી વડે પાકી દીવાલ તોડી પાડી આથક નુકસાન પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સુરત ખાતે રહેતા મૂળ માંડવીના વેપારીએ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ માંડવી ગામના અને હાલ સુરત ખાતે વેપાર કરતા કમલેશભાઈ ડાયાભાઈ પાલડીયાનો માંડવી ગામે ૩૩૪.૪૫ ચોરસ મીટરનો ગામતળનો પ્લોટ આવેલો છે. આ પ્લોટની બાજુમાં આવેલ પ્લોટના માલિક કલ્યાણ કરમશીભાઈ બેલડીયાએ કમલેશભાઈ પાસે પ્લોટ વેચી દેવા માટે અવારનવાર દબાણ કરી વિવાદ કરતા હતા.દરમિયાન, કમલેશભાઈએ પોતાના પ્લોટની ત્રણેય બાજુ પાકી દીવાલ બનાવી સુરતથી લાઈવ સીસીટીવી મોનિટરિંગ ગોઠવ્યું હતું. ગત ૨૦ ઓગસ્ટના રોજ રાત્રે આશરે ૮થ૧૫ વાગ્યે કમલેશભાઈએ મોબાઈલમાં લાઈવ જોતા, કલ્યાણ બેલડીયા અને ગોરખ નાનુભાઈ ડેર જેસીબીની મદદથી પ્લોટની પાકી દીવાલ તોડી રહ્યા હોવાનું જણાયું હતું. આ ઉપરાંત, ગોરખ ડેરે છેલ્લા બે મહિનામાં કમલેશભાઈને પ્લોટ બાબતે ૨ થી ૩ વાર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ મામલે ગારીયાધાર પોલીસે કલ્યાણભાઈ બેલડીયા અને ગોરખભાઈ ડેર સામે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.