Gujarat

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક સામે ગુનો નોંધાયો

By GS TEAM
27 Apr 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં એક વાડીમાં ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. ડુંગળી ભરવાનું કામ કરતી વેળાએ શ્રમિક પરિવારનો 10 વર્ષનો બાળક ટ્રેક્ટરની ટ્રોલી નીચે રમી રહ્યો હતો, જે દરમિયાન ટ્રેક્ટર ચાલકે એકાએક ટ્રેક્ટર ચાલુ કરી દેતાં ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જવાથી દસ વર્ષના માસુમ બાળકનું અંતરિયાળ મૃત્યુ નિપજયું છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક સામે ગુનો નોંધાયો

Jamnagar Accident : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં એક વાડીમાં ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. ડુંગળી ભરવાનું કામ કરતી વેળાએ શ્રમિક પરિવારનો 10 વર્ષનો બાળક ટ્રેક્ટરની ટ્રોલી નીચે રમી રહ્યો હતો, જે દરમિયાન ટ્રેક્ટર ચાલકે એકાએક ટ્રેક્ટર ચાલુ કરી દેતાં ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જવાથી દસ વર્ષના માસુમ બાળકનું અંતરિયાળ મૃત્યુ નિપજયું છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલા ભારતીય ન્યાય સંહિતા કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 હેઠળના ગુન્હાની મળતી માહિતી મુજબ બનાવ તા.26/04/2026 ના રોજ બપોરે અંદાજે 12:15 વાગ્યાના સુમારે જામજોધપુરથી ઉત્તર દિશામાં આશરે 9 કિ.મી દૂર આવેલ સીદસર ગામે નવનીતભાઈની વાડી ખાતે બન્યો હતો.

 જ્યાં રમી રહેલા શ્રમિક પરિવારના હેત શશીકાન્તભાઈ નામના 10 વર્ષના માસૂમ બાળક કેજે વાડી વિસ્તારમાં ટ્રેક્ટરની ટ્રોલી પાસે રમતો હતો. તે દરમિયાન શાહિદ નામના ટ્રેકટર ચાલક દ્વારા મેસી કંપનીનું ટ્રેક્ટર (રજી. નં. જી.જે. 10 જી.જે. 10 બી.જે. 0417) ગફલતભરી અને બેદરકારીપૂર્વક, આગળ-પાછળ ધ્યાન રાખ્યા વગર હંકારવામાં આવતાં ટ્રોલીનું ટાયર બાળકના માથા પરથી ફરી ગયું હતું. જેના કારણે બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ફરીયાદી જીતેન્દ્રભાઈ દિનેશભાઈ શંખેસરીયા (ઉંમર આશરે 35 વર્ષ, રહે. સીદસર ગામ, તા. જામજોધપુર) દ્વારા જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.