Gujarat

રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 3ના કરુણ મોત

By GS TEAM
30 Jan 20262 mins read
TukuTouch Logo
રાજકોટના ગોંડલ-આટકોટ હાઈવે પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક કાળજું ધ્રુજાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક પૂરઝડપે જતી કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી હતી. કાર ઊંધી પડતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 3ના કરુણ મોત

Accident in Rajkot: રાજકોટના ગોંડલ-આટકોટ હાઈવે પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક કાળજું ધ્રુજાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક પૂરઝડપે જતી કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી હતી. કાર ઊંધી પડતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા હતા. 

કારમાંથી મળ્યા 3 લોકોના હાડપિંજર

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પૂરઝડપે જતી કાર પરથી અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી પુલની નીચે ઊંધી ખાબકી હતી. ઊંધી પડેલી કારમાં આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર લોકોને કારનો દરવાજો ખોલવાની કે બચવાની કોઈ તક મળી ન હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને ત્યારબાદ ગોંડલ ફાયર ફાઈટરની ટીમ તથા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવાયા બાદ કારની અંદર તપાસ કરતા બે વ્યક્તિના સળગી ગયેલા હાડપિંજર મળી આવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત

પોલીસે તપાસ શરૂ કરી

દુર્ઘટના એટલી ગંભીર હતી કે મૃતકોની ઓળખ કરવી અશક્ય બની હતી. ગોંડલ પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કર્યું છે. કારના રજિસ્ટ્રેશન નંબર અને એન્જિન નંબરના આધારે કારના માલિકની શોધખોળ અને મૃતકો કોણ હતા તેની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.