Gujarat

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત

By GS TEAM
30 Apr 20261 min read
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરના વતની ટ્રક ડ્રાઇવર ઉપરથી પસાર થતી વીજ લાઇનને અડતાં વિજ આંચથી મૃત્યુનો બનાવ બન્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત

Jamnagar : જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે વહેલી સવારે અંદાજે સાડા આઠ વાગ્યાના અરસામાં એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ટ્રક ચાલકનું વીજ આંચકાથી દુઃખદ મૃત્યુ નિપજ્યું છે.

 મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના વતની ઠાકુર ભારમલસિંહ સોહનસિંહ ઠાકુર (35) પોતાના ટ્રકમાં માલસામાન લઈને જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર વિસ્તારમાં આવ્યા હતા. માલસામાન ઉતાર્યા બાદ તેમણે ટ્રક સાઇડમાં પાર્ક કર્યો હતો. 

આ દરમિયાન ટ્રકની બોડી ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનને અડી જતા ટ્રકમાં કરંટ ફેલાયો હતો. તે સમયે ટ્રક પર રહેલા ચાલક ભારમલસિંહને તીવ્ર વીજ આંચકો લાગતાં તેઓ ગંભીર રીતે ઝપેટમાં આવી ગયા હતા, અને થોડા જ સમયમાં તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં સૌ પ્રથમ પંચકોશી એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દરેડ વિજ તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.