Gujarat

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત

By GS TEAM
23 Dec 20251 min read
TukuTouch Logo
ભાવનગરમાં રસ્તાઓ રક્તરંજિત બન્યા છે. આજે સીદસરથી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ રોડ પર એક હચમચાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં એક માસુમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત

Bhavnagar News : ભાવનગરમાં રસ્તાઓ રક્તરંજિત બન્યા છે. આજે સીદસરથી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ રોડ પર એક હચમચાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે થયેલા અકસ્માતમાં એક માસુમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘરે પરત ફરતા કાળ ભરખી ગયો

પ્રાપ્ત વિગતો અનુસાર, એક દંપતી પોતાની દીકરી સાથે ટુ-વ્હીલર પર સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યું હતું. ત્યારે સીદસર રોડ પર કાળ બનીને આવેલી એક ટ્રકે તેમના વાહનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટુ-વ્હીલર પર સવાર 'ક્રિષ્ના' નામની નાની બાળકીનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

દંપતી ગંભીર, લોકોના ટોળા ઉમટ્યા 

આ અકસ્માતમાં વાહન ચાલક અને તેમના પત્નીને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ 108ની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ દંપતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.

એક જ પળમાં હસતો રમતો પરિવાર વિખેરાઈ જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે આ અકસ્માત અંગે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.