Gujarat

અમરેલીના લાપાળીયા નજીક કન્ટેનર પલટી મારી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ

By GS TEAM
30 Nov 20252 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના લાપાળીયા નજીક આજે સવારે એક મસમોટો કન્ટેનર ટ્રક પલટી મારી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. કન્ટેનર રોડની બરાબર વચ્ચે પલટી ખાઈ જતાં હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે હજારો વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના લાપાળીયા નજીક કન્ટેનર પલટી મારી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ

Amreli Accident News : અમરેલી જિલ્લાના લાપાળીયા નજીક આજે સવારે એક મસમોટો કન્ટેનર ટ્રક પલટી મારી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. કન્ટેનર રોડની બરાબર વચ્ચે પલટી ખાઈ જતાં હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે હજારો વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા.



ક્યાં બની ઘટના? 

આ ઘટના આજે સવારે લાપાળીયા ગામ નજીક બની હતી, જ્યાં એક વિશાળ કન્ટેનર ટ્રકના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર જ આડો પડી ગયો હતો. આ અકસ્માતને પગલે મહુવા તરફ જતો અને જેતપુર તરફ આવતો, એમ બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બાધિત થયો છે.

બે બે કિમી. લાંબો ટ્રાફિકજામ 

ઘટનાને પગલે નેશનલ હાઈવેની બંને બાજુએ લગભગ બે-બે કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને ડાયવર્ટ કરવા તેમજ કન્ટેનરને રસ્તા પરથી હટાવવા માટેની કામગીરી હાથ ધરી છે. જોકે, કન્ટેનરનું કદ મોટું હોવાથી તેને હટાવવામાં વધારે પડતો સમય લાગી ગયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 


ક્રેન વડે કન્ટેનરને ઊભું કરાયું 

જોકે ઘટનાની જાણ થતાં અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો જેના બાદ ક્રેન બોલાવીને કન્ટેનરને સાઈડ કરીને હાઇવેને ફરી ધમધમતો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ક્રેન દ્વારા સફળતાપૂર્વક કન્ટેનરને સાઈડ કરી દેવામાં આવતા ટ્રાફિક હળવો થયો હતો.