Get The App

દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા

હાંસોલમાં દર્દીને મારનારા પડોશીને ઠપકો આપતાં તેમના સહિત ત્રણને માર્યા

એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા 1 - image

અમદાવાદ, શનિવાર

એરપોર્ટ પાસે હાંસોલ વિસ્તારમાં મારા મારી થતાં યુવકની સારવાર માટે ડોક્ટર તેના ઘરે ગયા હતા. જ્યાં ડોક્ટરને પડોશી આરોપીને ઠપકો આપતા તેણે કહ્યું કે તું જે કરવા આવ્યો હોય તે કર વધારે બોલવાનું નહી કહીને આરોપીએ ડોક્ટર અને જેના ઘરે સારવાર માટે ગયા હતા તે તમામ ઉપર આરોપીએ સ્ટીલના પાઇપથી હુમલો કરી ડોક્ટરને લોહી લુહાણ કર્યા હતા. ડોક્ટર અને મહિલા સહિત ચાર જણાને સારવાર માટે દાખલ કરાયા છે. ડોક્ટરના માથામાં ૧૬ ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીએ કહ્યું તું જે કરવા આવ્યો હોય તે કર વધારે બોલાવાનું નહી કહી ડોક્ટર અને પરિવારના સભ્યો ઉપર હુમલો કરતાં ડોક્ટરને ૧૬ ટાંકા આવ્યા

સરદારનગરમાં રહેતા ડોક્ટરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કાળું સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૧.૩૦ વાગે યુવકનો ફોન આવ્યો હતો મને વાગ્યું હોવાથી લોહી નીકળે છે તેમે ઘરે વિઝીટ માટે આવો તેમ કહેતા ડોક્ટર તેમના ઘરે સમરથનગર ખાતે ગયા હતા. આ સમયે આરોપી પડોશી દર્દીને ગાળો બોલતો હતો અને ધમકી આપતો હતો.

જેથી ડોક્ટરે પડોશમાં રહીને તમે તકરાર કેમ કરો છો કહીને સમજાવવા જઇને ઠપકો આપતા આરોપીએ કહ્યું કે તું જે કરવા આવ્યો હોય તે કર વધારે બોલવાનું નહી કહીને આરોપીએ ડોક્ટર અને જેના ઘરે સારવાર માટે ગયા હતા તેમના પરિવારમાં મહિલા સહિત ત્રણ અને ડોક્ટર ઉપર આરોપીએ સ્ટીલના પાઇપથી હુમલો કરી ડોક્ટરને લોહી લુહાણ કર્યા હતા. ડોક્ટર અને મહિલા સહિત ચાર જણાને સારવાર માટે દાખલ કરાયા છે. ડોક્ટરના માથામાં ૧૬ ટાંકા આવ્યા હતા.