Get The App

વનતારાની મુલાકાત બાદ ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ જામનગરથી રવાના, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ પહોંચ્યા

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
વનતારાની મુલાકાત બાદ ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ જામનગરથી રવાના, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ પહોંચ્યા 1 - image

Donald Trump Daughter Visits Vantara in Jamnagar: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ જામનગર નજીક આવેલા વનતારાની મુલાકાત પૂર્ણ કરીને આજે (બીજી જૂન) દિલ્હી જવા રવાના થયા હતા. વિદેશી મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગરમાં કડક પોલીસ બંદોબસ્ત અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

સમગ્ર રૂટ પર કડક પોલીસ પહેરો

ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ વનતારાથી જામનગર એરપોર્ટ તરફ રવાના થયા ત્યારે એરપોર્ટ સુધીના સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિદેશી મહાનુભાવોના કાફલાને કારણે સામાન્ય વાહનવ્યવહારને કોઈ અસર ન પડે અને માર્ગ વ્યવહાર સુચારૂ રીતે ચાલતો રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર એરપોર્ટ પર પહોંચ્યા બાદ તમામ જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓ અને પ્રોટોકોલ પૂર્ણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ચાર્ટર ફ્લાઇટ મારફતે પોતાના આગામી પ્રવાસ માટે દિલ્હી જવા રવાના થયા હતા. તેમના આગમનથી લઈને પ્રસ્થાન સુધી સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતત એલર્ટ મોડ પર જોવા મળી હતી. નોંધનીય છેકે, વન્યજીવ બચાવ, સારવાર અને સંરક્ષણ કેન્દ્ર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનારા 'વનતારા'ની મુલાકાત દરમિયાન આ દંપતીએ ભારે રસ દાખવ્યો હતો.