Gujarat

દારૃના કેસ બાદ મોબાઇલ પરત આપવા માટે પાનોલી P.S.ના ત્રણ પોલીસકર્મી એક લાખની લાંચ લેતા ઝડપાયા

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
ભરૃચના પાનોલી પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓ દારૂના કેસના આરોપીનો મોબાઈલ પરત આપવા 1 લાખ રૂપિયાની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ASI અનિરુદ્ધ ધાંધલ, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ પરમાર અને LRD સાગર ચાવડાએ 3 લાખની માંગણી કરી હતી, જેમાંથી પહેલો હપ્તો સ્વીકારતા જ ACBએ તેમને પકડી પાડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૃના કેસ બાદ મોબાઇલ પરત આપવા માટે પાનોલી P.S.ના ત્રણ પોલીસકર્મી એક લાખની લાંચ લેતા ઝડપાયા

ભરૃચ જિલ્લામાં પાનોલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ દારૃના કેસના આરોપીનો મોબાઇલ પરત આપવા માટે રૃ.૧ લાખની લાંચ સ્વીકારતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા છે.
લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને સબજેલમાં મોકલવામાં આવ્યા હતા. આરોપી જામીન પર મુક્ત થયા બાદ પોતાનો જપ્ત કરેલ મોબાઇલ ફોન પરત લેવા પાનોલી પોલીસ સ્ટેશન ગયા હતા.
દરમિયાન એએસઆઇ અનિરુદ્ધ વલકુભાઈ ધાંધલ અને હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ સુખદેવસિંહ પરમોરે મોબાઇલ પરત આપવા માટે રૃ.૩ લાખની લાંચની માંગણી કરી હતી. એકસાથે આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા લાંચીયા પોલીસ ટોળકીએ રૃ.૧ લાખના ત્રણ હપ્તામાં રકમ ચૂકવવાની વ્યવસ્થા કરી હતી.
દારૃના કેસના આરોપી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબી ભરૃચનો સંપર્ક કરતા એસીબીના મદદનીશ નિયામક એ.એન. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.જે. શિંદેએ સ્ટાફ સાથે ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન અનિરુદ્ધ ધાધલના સૂચન મુજબ એલઆરડી કોન્સ્ટેબલ સાગર કરણભાઈ ચાવડાએ પ્રથમ હપ્તા તરીકે રૃ.૧ લાખની લાંચ સ્વીકારી હતી. તે દરમિયાન એસીબીની ટીમે ત્રણે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડયા હતા. એસીબી દ્વારા ત્રણેય આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.