Gujarat

ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે

By GS TEAM
23 Apr 20261 min read
ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે

શિવાજી સર્કલ નજીક આવેલા બાકડા પર

ઘોઘારોડ પોલીસે રોકડ, મોબાઈલ મળી રૂ.51 હજારનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર: શિવાજી સર્કલ નજીક આવેલા બાકડા પર બેસી ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સને ઘોઘારોડ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘોઘારોડ પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, શિવાજી સર્કલ નજીક બાકડા પાસે ક્રિકેટ મેચ પર ત્રણ ઈસમો  સટ્ટો રમે છે.જે બાતમીના આધારે ઘોઘારોડ પોલીસે શિવાજી સર્કલ નજીક આવેલ એપલ ફાર્મસી સામે આવેલ બાકડા પાસે દરોડો પાડયો હતો.જ્યાં ધનોમલ ઉર્ફે રાજુભાઈ નેભલદાસ ગુલવાણી,સુરજ ઉર્ફે સોનુ રઘુભાઈ માધવાણી,ભારત ગોરધનદાસ કુકરેજા નામના શખ્સ મોબાઈલમાં વેબસાઇટમાં આઇ.ડી પાસવર્ડથી લોગીન થઇ લખનૈ સુપર જાયન્ટ વર્સીસ રાજેસ્થાન રોયલ ની આઈપીએલ. ક્રિકેટ મેચ ઉપર હાર જીતનાં સોદા કરી ક્રિકેટ સટ્ટો રમતા ત્રણેય ઇસમને મોબાઇલ ૦૩ કિ.રૂ.૫૦ ૦૦૦ રોકડ રૂ.૧૮૦૦ મળી કુલ રૂ.૫૧, ૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે  ક્રિકેટ સટ્ટો રમવા માટેનું આઈડી ઈસ્માઈલ પાસેથી મેળવતા હતા.આ બનાવ સંદર્ભે ઘોઘાટોડ પોલીસે ચાર શખ્સ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.