Gujarat

વડોદરામાં વાહનોમાં આગ લાગવાના ત્રણ બનાવ, કાર અને બે ટુ-વ્હીલર આગમાં લપેટાયા

By GS TEAM
29 May 20261 min read
TukuTouch Logo
વડોદરામાં છેલ્લા 12 કલાક દરમિયાન વાહનોમાં આગ લાગવાના ત્રણ બનાવો બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વાહનોમાં આગ લાગવાના ત્રણ બનાવ, કાર અને બે ટુ-વ્હીલર આગમાં લપેટાયા

Vadodara : વડોદરામાં છેલ્લા 12 કલાક દરમિયાન વાહનોમાં આગ લાગવાના ત્રણ બનાવો બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ન્યુ સભા રોડ વિસ્તારના રૂક્ષ્મણી નગર પાસે ગઈકાલે સાંજે ઇલેક્ટ્રીક ટુ-વ્હીલરમાં એકાએક આગ લાગતાં તેને કાબુમાં લેવામાં આવી હતી. આગ કયા કારણસર લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી. 

આવી જ રીતે કિશનવાડી વુડાના મકાન પાસે બાઈકમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જ્યારે જુના પાદરા રોડ પર આવિષ્કાર કોમ્પલેક્ષ નજીક એક કારમાં આગ લાગવાનો બનાવ બધા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી. ઉપરોક્ત ત્રણેય બનાવોમાં કોઈ જાનહાની થઈ નથી.