Gujarat

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ૯.૩૪ લાખના માદક પદાર્થ સાથે ત્રણ ઝડપાયા

By GS TEAM
4 Apr 20261 min read
ડભોઇ તાલુકાના  કુંઢેલા ગામે ૯.૩૪ લાખના માદક પદાર્થ સાથે  ત્રણ ઝડપાયા

 વડોદરા,ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ નજીકથી ગાંધીનગર સી.આઇ.ડી. ની ટીમે ૯.૩૪ લાખનો હસીશનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

ગાંધીનગર સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનને માહિતી મળી હતી કે,  ડભોઇના કુંઢેલા ગામથી મોસમપુરા રોડ તરફ જતા રાજ નામનો શખ્સ ગેરકાયદે માદક પદાર્થ વેચવા આવવાનો  છે. પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવીને (૧) દિનેશ રામજીભાઇ ઠાકોર, ઉં.વ.૩૪ (રહે.કેલનપુર, ક્રિષ્ના સિટિ, ડભોઇરોડ) (૨) વિશાલ અરવિંદભાઇ  પરમાર, ઉં.વ.૩૨ (રહે. ભાટિયા શેરી, ડભોઇ રોડ, પ્રતાપનગર) તથા (૩) રાજ કાલીદાસ ઓગણીયા, ઉં.વ.૨૮ (રહે. સર્વોદયનગર, કલાલી  ફાટક, ખિસકોલી સર્કલ) ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની  પાસેથી ૨૬૭ ગ્રામ માદક પદાર્થ હસીશ કિંમત રૃપિયા ૯.૩૪ લાખનો કબજે કર્યો છે.આ માદક  પદાર્થ વાપીમાં રહેતો આસીફ આપી ગયો હોવાનું આરોપીએ જણાવતા પોલીસે તેની શોધખોળ શરૃ કરી છે.  પોલીસે આરોપીઓ પાસેથી કુલ  ૧૦.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.