Gujarat

VIDEO: સાવરકુંડલામાં ભાજપ નેતા-વેપારીઓ પર હુમલો, ત્રણ આરોપી ઝડપાયા એક ફરાર

By GS Team
28 Nov 20242 mins read
This article was originally published on 28 Nov 2024
TukuTouch Logo
સાવરકુંડલામાં શહેર ભાજપના મહામંત્રી રાજુ નાગ્રેચા અને વેપારી સહિતના લોકો પર હુમલો થવાની ઘટના સામે આવી છે. જેમાં લોહાણા માજન સમાજની વાડી પાસે કેબિન હટાવવાનું કહેતા અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દોડતું થયું હતું. જેમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં છે, જ્યારે અન્ય એક શખસની શોધખોળ શરુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સાવરકુંડલામાં ભાજપ નેતા-વેપારીઓ પર હુમલો, ત્રણ આરોપી ઝડપાયા એક ફરાર

Savarkundla News : સાવરકુંડલામાં શહેર ભાજપના મહામંત્રી રાજુ નાગ્રેચા અને વેપારી સહિતના લોકો પર હુમલો થવાની ઘટના સામે આવી છે. જેમાં લોહાણા માજન સમાજની વાડી પાસે કેબિન હટાવવાનું કહેતા અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દોડતું થયું હતું. જેમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં છે, જ્યારે અન્ય એક ફરાર શખસની શોધખોળ શરુ છે. 

ભાજપ નેતા-વેપારી પર થયો હુમલો, ત્રણ આરોપી ઝડપાયા, એક ફરાર

મળતી માહિતી મુજબ, અમરેલીના સાવરકુંડલા શહેરના ભાજપના મહામંત્રી રાજુ નાગ્રેચા, વેપારી, જગદીશ માધવાણી, તેજસ રાઠોડ સહિતના લોકો પર હુમલો થયો હતો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક અજાણ્યાં શખસએ ભાજપના મહામંત્રી સહિતના લોકો પર હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ભાજપના અગેવાન અને વેપારી ઉપર હુમલાની ઘટનાને લઈ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. જેમાં વિવિધ હિન્દુ સંગઠનો હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારબાદ સાવરકુંડલા શહેર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 


આ પણ વાંચો : અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ

હિન્દુ સંગઠનોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શન


હુમલા બાદ અમરેલી બંધ 


હુમલાની ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલા બાદ મામલો ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ શરુ છે.