Get The App

ફતંગંજમાં રાતે કારમાં રોંગસાઇડ આવેલા હુમલાખોરો યુવક પર તૂટી પડયા

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
ફતંગંજમાં રાતે કારમાં રોંગસાઇડ આવેલા હુમલાખોરો યુવક પર તૂટી પડયા 1 - image

વડોદરાઃ ફતેગંજ બ્રિજ પાસે ગઇ મધરાતે એક યુવક પર કોઇ પણ કારણ વગર હુમલાનો બનાવ બનતાં પોલીસે કારમાં સવાર હુમલા ખોરોની તપાસ હાથ ધરી છે.

યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં રહેતા મૂળ કોડિનારના યુવક હાર્દિક આહિરે પોલીસને કહ્યું છે કે,ગઇ કાલે મધરાતે હું મારા ભાઇ સાથે ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરેલું સ્કૂટર લેવા માટે આવ્યો હતો.

આ વખતે રોંગ સાઇડ આવેલી થાર કારના ચાલકે થોડે આગળ જઇ કાર ઉભી રાખી હતી.ત્યારબાદ તેમાંથી કરણસિંહ, રણજિતસિંહ અને હેરી નીચે ઉતર્યા હતા અને અમારી સામે શું જુએ છે..તેમ કહી માર માર્યો હતો.હું બૂમો પાડીને તેમને પકડવા જતાં ત્રણેય જણા કારમાં ફરાર થઇ ગયા હતા.ફતેગંજ પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.