Gujarat

હનીટ્રેપના ગુનામાં સામેલ ત્રીજો આરોપી ઝડપાયો

By GS TEAM
20 Feb 20261 min read
હનીટ્રેપના ગુનામાં સામેલ ત્રીજો આરોપી ઝડપાયો

શિનોર,શિનોર સીનિઅર સિટિઝન ને બ્લેકમેલ કરીને  ધમકી આપી ૯ કાવતરાખોરોએ રૃપિયા ૭૫.૭૫ લાખની રકમ પડાવી લીધી હતી. આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.

    શિનોરના ૬૬ વર્ષના સીનિઅર સિટિઝનને ગત તા. ૧-૫-૨૦૨૫ થી  ૨૯ -૧૦- ૨૦૨૫ સુધી જુદા જુદા સમયે,જુદા જુદા સ્થળે, બોલાવીને કુલ ૯ આરોપીઓએ કાવતરું કરીને રૃપિયા ૭૫.૭૫ લાખ  પડાવી લીધા હતા. જેની ફરિયાદ તારીખ ૬ ફેબુ્રઆરી ૨૦૨૬ ના રોજ શિનોર પોલીસ સ્ટેશન નોંધાઇ હતી. આ ગુનામાં  શિનોરના બે આરોપીઓ અનવર ટેલર અને સલીમ ઉર્ફે બતક પઠાણને પોલીસે ઝડપી પાડયા હતા. કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ આપ્યા હતા. પોલીસે  તેઓની પાસેથી રૃપિયા ૪,૧૮,૦૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. જેના હાથે તમામ પૈસાનો તમામ વહીવટ થયો હતો, તે શિનોરનો આશિક સિકંદર પઠાણ ભાગી ગયો હતો. ત્યારબાદ તેણે દવા પી લેતા  હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પોલીસે ત્યાંથી જ તેને ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા આશિક પઠાણની મિલકતોની તપાસ શરૃ કરવામાં આવી છે.