Gujarat

31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે

By GS TEAM
16 Oct 20251 min read
31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે

- 6 મહિના માટે હંગામી ધોરણે કોચ લગાવવામાં આવ્યો હતો

- એ.સી. કોચમાં યાત્રિકોના મળતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી બે માસની અવધિ વધારાઈ

ભાવનગર : રેલવે પ્રશાસન દ્વારા ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં હંગામી ધોરણે લગાવવામાં આવેલા થર્ડ એ.સી. કોચની સુવિધાને આગામી ૩૧મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.

ભાવનગર મંડળની ભાવનગર-ઓખા-ભાવનગર ટ્રેન નં. ૧૯૨૦૯/૧૯૨૧૦માં અગાઉ છ મહિના માટે હંગામી ધોરણે એક વધારાનો થર્ડ એ.સી. કોચની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. જેને બે અને ત્રણ ડિસેમ્બર સુધી મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ એ.સી. કોચમાં યાત્રિકોના મળતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી બે માસની અવધિ વધારી ભાવનગર-ઓખા ટ્રેનમાં ૩૦મી જાન્યુઆરી અને ઓખા-ભાવનગર ટ્રેનમાં ૩૧મી જાન્યુઆરી સુધી આ કોચને જોડાયેલો રાખવા નિર્ણય કરાયો હોવાનું વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.