Gujarat

વડોદરામાં બિલ્ડરની ઓફિસમાંથી રોકડા 6 લાખ અને ડીવીઆર લઈ જતા ચોર

By GS Team
11 Aug 20251 min read
This article was originally published on 11 Aug 2025
TukuTouch Logo
વડોદરામાં આજવા રોડ બહાર કોલોનીમાં પેટ્રોલ પંપની બાજુમાં ન્યુ હેવન એન્કલેવ નામની બિલ્ડિંગમાં ઓફિસમાંથી ચોર ટોળકી ટેબલના ડ્રોવરમાં મુકેલા 6 લાખ રોકડા લઈ ગઈ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં બિલ્ડરની ઓફિસમાંથી રોકડા 6 લાખ અને ડીવીઆર લઈ જતા ચોર

Vadodara Theft Case : વડોદરામાં આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા બિલ્ડર હમજાભાઈ હારૂણભાઇ મેમાણની પાણીગેટ હરીશ પેટ્રોલ પંપની બાજુમાં ન્યુ હેવન એન્કલેવ નામની બિલ્ડિંગમાં ઓફિસ આવેલી છે. ગત સાતમી તારીખે સાંજે ઓફિસ બંધ કરી હતી બીજા દિવસે સવારે ઓફિસે સ્ટાફ આવ્યો ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. ચોર ટોળકી ટેબલના ડ્રોવરમાં મુકેલા 6 લાખ રોકડા લઈ ગઈ હતી. તેમજ ઓફિસનું લોક અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ વાયરો કાપીને ચોર લઈ ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.