Get The App

જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલ શુભ હોન્ડાના શો-રૂમમાં તસ્કરોનો હાથફેરો : રૂપિયા 1,92,000ની રોકડ રકમની ઉઠાંતરી

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલ શુભ હોન્ડાના શો-રૂમમાં તસ્કરોનો હાથફેરો : રૂપિયા 1,92,000ની રોકડ રકમની ઉઠાંતરી 1 - image

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના જામજોધપુર શહેરમાં આવેલ શુભ હોન્ડા શો-રૂમમાં તસ્કરોએ રાત્રી દરમિયાન ઘુસી જઈ રોકડ રકમની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસમાંથી મળતી વિગતો મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા કલમ 305 તથા 331(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ તા.20/05/2026 ના રોજ સવારે 08:00 કલાકથી તા.21/05/2026 ના રોજ સવારે 08:00 કલાક દરમ્યાન કોઈપણ સમયે જામજોધપુર-ગીંગણી રોડ પર આવેલ શુભ હોન્ડા શો-રૂમ ખાતે બન્યો હતો. આ બનાવ અંગે રાકેશભાઈ ચંદુલાલ ઝાલાવડિયા, (ઉંમર વર્ષ 48, ધંધો વેપાર, રહે ભગવતીપરા, હરસિદ્ધિ માતાના મંદિર પાસે, જામજોધપુર) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ શુભ હોન્ડા શો-રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સેલ્સ ઓફિસના ટેબલના ખાનામાંથી રોકડ રૂપિયા 1,32,500 તથા સર્વિસ રૂમના ટેબલના ખાનામાંથી રૂપિયા 59,500 મળી કુલ રૂપિયા 1,92,000 ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે જામજોધપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.