Gujarat

રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

By GS TEAM
15 May 20261 min read
રણોલીમાં સિનિયર સિટિઝન દંપતીના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

વડોદરાઃ રણોલીના મકાનમાંથી ચોરો રોકડ અને દાગીના ચોરી ગયા હોવાનો  બનાવ બનતાં જવાહરનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

રણોલીની ગાયત્રી ટાઉનશિપમાં રહેતા સિનિયર સિટિઝન દિલીપકુમાર પંચાલ તેમના પરિવાર સાથે ગઇ તા.૧૦મીએ દ્વારિકા ગયા હતા અને ત્યાંથી તા.૧૨મીએ સોમનાથ જવા નીકળ્યા હતા.

આ દરમિયાન તેમના પર પાડોશીનો ફોન આવ્યો હતો અને મકાન ખુલ્લું હોવાની તેમજ સામાન વેરવિખેર હોવાની જાણ કરી હતી.જેથી દિલીપભાઇએ ઘેર આવી તપાસ કરતાં ચોરો રોકડા રૃ.૪૦હજાર અને દાગીના મળી રૃ.બે લાખની મતા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.પોલીસે બનાવના સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.