Gujarat
ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી
By GS Team
10 Aug 20251 min read
This article was originally published on 10 Aug 2025

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અત્યારસુધી 1800 મેચોના પરિણામો સ્પષ્ટ થયા છે. આપણા પેડલર ઉચ્ચ કક્ષાએ શાનદાર પ્રદર્શન કરી રહ્યા હોય આ વખતે વડોદરામાં પણ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
વડોદરા શહેર રમતગમત ક્ષેત્રે ઝડપથી વિકસી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ત્યારે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 8થી 15 ઓગસ્ટ સુધી સીઝનની પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ- 2025નું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી 1650 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પોતાની કિસ્મત અજમાવવા પ્રવેશ મેળવ્યો હતો. આ સ્પર્ધા માટે 27 ટેબલનો ઉપયોગ થઈ રહ્યો છે. તા.10 સુધી ચેમ્પિયનશિપની 1800 પ્લસ મેચોના પરિણામો સ્પષ્ટ થયા હતા. આજે સ્ટાર ખેલાડી અંકુર ભટ્ટાચાર્ય અને હરમીત દેસાઈ ટુર્નામેન્ટ માંથી બહાર ફેકાતા અપસેટ સર્જાયો હતો. જ્યારે મેન્સની પ્રિ ક્વૉટર ફાઇનલ અને વિમેન્સની ક્વૉટર ફાઇનલના મુકાબલા રોમાંચિત રહ્યા હતા. અત્યાર સુધી મેન્સમાં બંગાળના રોહિત ભાંજા અને તેલંગાણાના એસઆરએસ સ્નેહીત તથા વિમેન્સમાં મહારાષ્ટ્રની દિવ્યા ચિકલેનું શાનદાર પર્ફોર્મન્સ રહ્યું છે.




