Gujarat

વિસનગર શહેરના ગૌરવપથ ખુલ્લો કરાવવા તંત્રએ આળશ ખંખેરી

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
વિસનગર શહેરના ગૌરવપથ ખુલ્લો કરાવવા તંત્રએ આળશ ખંખેરી

વિસનગર તા.3

વિસનગરમાં ગૌરવપથ ઉપર કરવામાં આવેલા આડેધડ હંગામી દબાણના કારણે વારંવાર આ માર્ગ ઉપર ટ્રાફીક સર્જાય છે. મોડે મોડે વહિવટી તંત્રએ આળશ ખંખેરીને ગૌરવપથને ખુલ્લો કરાવવા કાર્યવાહી હાથ ધરતાં લારી પાથરણાવાળાઓમાં દોડધામ મચી ગઈ હતી.

વિસનગરમાં ગૌરવપથ રોડ ઉપર થતા દબાણોનો કોઈ કાયમી ઉકેલ નહી આવતા ટ્રાફીક સમસ્યા વકરી છે.દુકાનો આગળ નાના ટુ વ્હીલર વાહનો પાર્ક કરવામાં નડતરરૃપ બને છે. શાકભાજીની લારીઓવાળા આડેધડ લારીઓ ઉભી રાખતા હોવાથી આવન જાવન માટે રસ્તો રહેતો નથી. જેમાં સીએન કોલેજથી ચંદનપાર્ક સુધી ં ટ્રાફીક સમસ્યા ખુબજ વણસેલી રહે છે.ત્યારે વિસનગર પોલીસ સ્ટેશનના પીઆઈ  ભાવના પટેલ અને પાલિકા પ્રમુખ વર્ષા પટેલ ટીમ સાથે ચાલતા નિકળી દબાણો હટાવતા દોડધામ મચી હતી.ે વેપારીઓએ ફૂટપાથ ઉપરના બોર્ડ દુકાનમાં મુકી દીધા હતા. જ્યારે શાકભાજીની નડતરરૃપ લારીઓ ઉપાડીને પાલિકાએ ટ્રેક્ટરમાં ભરતા લારીઓવાળા દોડતા થઈ ગયા હતા. પોલીસ અને પાલિકાની આ ટ્રાફીક ઝુંબેશ જોઈને પોલીસ સ્ટેશન આગળ  રોડ પર પાર્ક કરાતા વાહનો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.