Get The App

સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો બોર્ડમાં આક્ષેપ

સિંધુભવન ઉપરની ફાઈવ સ્ટાર હોટલનો ટેકસ બાકી હશે તો સીલ કરાશે,ચેરમેન

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
સામાન્ય કરદાતાની મિલકત સીલ કરાય છે , હોટલ રેનીસનનો ૧.૮૦ કરોડનો ટેકસ બાકી હોવાનો   બોર્ડમાં આક્ષેપ 1 - image

       

 અમદાવાદ,શુક્રવાર,20 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગમાં સામાન્ય કરદાતાનો   દસ હજાર રૃપિયા ટેકસ બાકી હોય તો મિલકત સીલ કરાય છે.જયારે સિંધુભવન રોડ ઉપર આવેલી ફાઈવ સ્ટાર હોટલ રેનીસનનો રુપિયા ૧.૮૦ કરોડનો ટેકસ  વસૂલ કરાતો નથી. વિપક્ષનેતાએ મ્યુનિ.બોર્ડ બેઠકમા કહયુ, છે કોઈનામા તાકાત છે કે  હોટલ રેનીસનની હરાજી કરે? રેવન્યુ કમિટી ચેરમેને કહ્યુ , હું આ બોર્ડમાં કહુ છુ કે, હોટલ રેનીસનનો ટેકસ બાકી હશે તો રાત સુધીમા હોટલ સીલ કરાશે.

બાકી ટેકસની રકમ વસૂલ કરવા કોર્પોરેશનનો ટેકસ વિભાગ લાકડાની તલવાર ચલાવતો હોવાનો બજેટ બેઠકમા આક્ષેપ કરાયો હતો. વિપક્ષના આક્ષેપને પગલે રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૃધ્ધસિંહ ઝાલાએ કહ્યુ, અમે કોઈ ચમરબંધીને છોડવા માંગતા નથી.તમારા કહેવા મુજબ જો હોટલનો ટેકસ બાકી હશે તો રાત સુધીમા હોટલને સીલ લગાવી દેવામા આવશે.બેઠકમાં હોટલ કેમ્બે સહિત અલગ અલગ ૨૫ જેટલા મોટા કરદાતાઓ પાસેથી બાકી ટેકસ પેટે કરોડો  રૃપિયાની રકમ વસૂલાતી નહી હોવાનો આક્ષેપ કરાતા ચેરમેને કહ્યુ, મોટાભાગમાં મેટર સબજયુડીસ થયેલી છે.લીગલ વિભાગની મદદ કેસોના નિકાલ માટે લેવાઈ રહી છે.