Get The App

એમએસ યુનિ.કેમ્પસ પાસેથી મળેલી દારૃ ભરેલી કાર માલિકના કોઇ સગડ નથી

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
એમએસ યુનિ.કેમ્પસ પાસેથી મળેલી દારૃ ભરેલી કાર માલિકના કોઇ સગડ નથી 1 - image

વડોદરાઃ યુનિ.કેમ્પસ પાસેથી દારૃની ૯૪૮ બોટલ સાથે મળેલી કારના બનાવમાં સયાજીગંજ પોલીસને કાર માલિકના સગડ મળ્યા નથી.

યુનિ.કેમ્પસ પાસે પ્રતાપગંજમાંથી ગઇકાલે પોલીસે એક કારમાંથી રૃ.૪.૩૩ લાખનો દારૃ કબજે કર્યો હતો.દારૃ ભરેલી કાર કોણ અને ક્યારે લાવ્યું હતું તેમજ દારૃ ક્યાં મોકલવાનો હતો તેની તપાસ માટે પોલીસે આરટીઓમાંથી કાર નંબરની ડીટેલ માગી છે.

પ્રાથમિક તપાસમાં આ કાર કોઇ ખાનગી કંપનીના નામે હોવાની અને તે કંપની લાંબા સમયથી બંધ  હોવાની માહિતી મળી છે,જેથી સત્તાવાર માહિતી આવે ત્યારપછી કારના માલિકની માહિતી મળશે.આ ઉપરાંત પોલીસની જુદીજુદી ટીમો કારના રૃટની તપાસ માટે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.