- સિઝનમાં આકરી ગરમીનો અહેસાસ
- સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા, પશુ- પક્ષીઓની કફોડી હાલત
સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં ઉનાળાના પ્રારંભ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પ્રથમ વખત તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયું હતું. હિટવેવથી બચવા માટે આરોગ્ય વિભાગે માર્દર્શિકા જાહેર કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન સતત વધી રહ્યું છે અને સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.સુરેન્દ્રનગના આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીએ જણાવ્યુ છે કે, ગરમી વધવાના કારણે હીટવેવની અસર થઇ શેક છે. બપોરના સમયે બહાર નિકળાવનું ટાળવું,પાણી વધારે પીવું, લું લાગી જાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર લઇ લેવા પણ જાણ કરવામાં આવી છે. ઓઆરએસ દ્વારા પાણી પીવાની પણ તાકીદ કરવામાં આવી છે. રણમાં કામ કરતા અગરિયાઓને પણ અને કન્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતા કર્મચારીઓને વિશેષ સાવચેતી રાખવા પણ સુરેન્દ્રનગર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે
ૂબીજી તરફ ગરમી વધતા પશુ પક્ષીઓની કફોડી સ્થિતિ થઇ છે અને જનજીવન પર વ્યાપક અસર થઇ છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર જ્યારે પશુ પક્ષીઓ પટકાયેલી હાલતમાં નજરે પડે છે. આગામી દિવોસમાં હજુ પાણ તાપમાન વધવાની સંભાવના છે.


