Gujarat

લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ

By GS TEAM
25 Nov 20251 min read
લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ

- ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીએ યથાવત 

- મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી, ભેજનું પ્રમાણ 55 ટકા અને પવનની ઝડપ 4 કિલોમીટર નોંધાઈ 

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાન વધી રહ્યુ છે, જેના કારણે હાલ ઠંડીનુ જોર ઘટી ગયુ છે પરંતુ વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનું જોર વધ રહેતુ હોય છે. 

શહેર અને જિલ્લામાં આજે સોમવારે મહત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮.૦ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ પપ ટકા અને પવનની ઝડપ ૪ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે રવિવારે મહત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૪૭ ટકા અને પવનની ઝડપ ૬ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલ રવિવારની સરખામણીએ આજે મહત્તમ તાપમાન વધ્યુ છે, જયારે લઘુત્તમ તાપમાન યથાવત છે. 

છેલ્લા ૭ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ર.૪ ડિગ્રી વધ્યુ છે, જેના કારણે હાલ ઠંડી ઘટી છે, જો કે વહેલી સવારે અને રાત્રીના ઠંડીનું જોર રહે છે તેથી લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. બપોરના સમયે લોકોને ગરમીનો અનુભવ થતો હોય છે. સારી ઠંડી પડવાની લોકો રાહ જોઈ રહ્યા છે.