Gujarat

વઢવાણા તળાવની ત્રણ વર્ષમાં સૌથી વધુ 95 હજાર વિદેશી પક્ષીઓએ મુલાકાત લીધી

By GS Team
17 Feb 20222 mins read
This article was originally published on 17 Feb 2022
વઢવાણા તળાવની ત્રણ વર્ષમાં સૌથી વધુ 95 હજાર વિદેશી પક્ષીઓએ મુલાકાત લીધી

વડોદરા તા.17

છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પંખીઓએ વઢવાણાની વાટ પકડી...

આ વર્ષે વઢવાણામાં પાણીની સપાટી ઊંચી છે તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષ પૈકી આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓ અહીં આવ્યા એ ઘણાં આનંદની વાત છે.

ઉપરોક્ત જાણકારી આપતાં મદદનીશ વન સંરક્ષક શ્રી એચ.ડી.રાઓલજી અને વઢવાણા આર.એફ.ઓ.શ્રી આર.એન. પૂવારે જણાવ્યું કે વર્ષ 2020માં આ વેટલેન્ડ ખાતે 83000, 2021માં ઘટીને 64000 અને આ વર્ષે 2022માં 31000 જેટલી સંખ્યા વધીને 95000થી વધુ પક્ષીઓ આ તળાવના, અમારા અને ગુજરાતના મહેમાન બન્યા એ હકીકત ખૂબ પ્રોત્સાહક છે.

યાદ રહે કે ત્રણેય વર્ષ કોરોના સાવચેતીઓ પાળીને પંખી ગણના તો કરવામાં આવી જ હતી. આ વર્ષે સૌથી વધુ 18674 જેટલાં નોર્ધન પિંટેલ આવ્યા તો 651 જેટલી સંખ્યામાં કોમન પોર્ચર્ડ આવ્યા.


વઢવાણા ખાતે રામસર સાઈટ ના દરજ્જા થી પ્રવાસીઓ વધવાની અમને અપેક્ષા છે તેવા સમયે આ પરિસરમાં શુદ્ધ વાયુવરણ જળવાય તે માટે અમે પ્રવાસીઓ માટે બેટરી ઓપરેટેડ વાહનની સુવિધા વિચારી રહ્યાં છે.ઘણાં પ્રવાસીઓ લાંબુ ચાલી શકતા નથી. તેઓ આવા વાહનોમાં પક્ષી નિરીક્ષણ ની મજા માણે અને વાતાવરણ સુરક્ષિત રહે એ દિશાનું આ પગલું વિચાર્યું છે. તળાવ ખાતે રોકાણ કર્યું હતું.

આ વર્ષે વઢવાણામાં પાણીની સપાટી ઊંચી છે. તેમ છતાં, છેલ્લા ત્રણ વર્ષ પૈકી આ વર્ષે સૌ થી વધુ સંખ્યામાં પક્ષીઓ અહીં આવ્યા એ ઘણાં આનંદની વાત છે. વર્ષ 2020માં આ વેટલેન્ડ ખાતે 83000, 2021માં ઘટીને 64000 અને આ વર્ષે 2022માં 31000જેટલી સંખ્યા વધીને 95000 થી વધુ પક્ષીઓ આ તળાવના, અને ગુજરાતના મહેમાન બન્યા હતા.

યાદ રહે કે ત્રણેય વર્ષ કોરોના સાવચેતીઓ પાળીને પંખી ગણના તો કરવામાં આવી જ હતી. આ વર્ષે સૌથી વધુ 18674 જેટલાં નોર્ધન પિંટેલ આવ્યા તો 651 જેટલી સંખ્યામાં કોમન પોર્ચર્ડ આવ્યા.

વઢવાણા ખાતે રામસર સાઈટના દરજ્જાથી પ્રવાસીઓ વધવાની પણ શકયતા છે.