Gujarat

ફાયર વિભાગે સતર્કતા વાપરી, ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને બહાર કાઢયા

By GS TEAM
23 Dec 20251 min read
ફાયર વિભાગે સતર્કતા વાપરી, ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને બહાર કાઢયા

  અમદાવાદ,સોમવાર,22 ડિસેમ્બર,2025

અમદાવાદના મીઠાખળી છ રસ્તા પાસે આવેલા ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને ફાયરના જવાનોએ સતર્કતા વાપરી બહાર કાઢયા હતા. દિલ ધડક  રેસ્કયૂ ઓપરેશનમાં દિવાલ તોડવી શકય નહીં હોવાથી ઉપરના માળે જઈ લિફટના ટોપ કવર ઉપર ઉતરી ફાયરના જવાનોએ સીડી મુકી વૃધ્ધને બચાવ્યા હતા.

સોમવારે સવારે ૮ કલાકના સુમારે ફાયર કંટ્રોલને ઉર્વશી ફલેટની લિફટમાંએક વ્યકિત ફસાઈ ગયા હોવાનો કોલ મળતા નવરંગપુરા ફાયર સ્ટેશનથી ડિવીઝન ફાયર ઓફિસર પંકજ રાવલ સહિતના વિભાગના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા.ડિવીઝનલ ફાયર ઓફિસરના કહેવા મુજબ, બિલ્ડિંગ ખુબ જુનુ છે. ઉપરાંત વૃધ્ધ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફલોરની વચ્ચે ફસાયા હતા.જોખમી પરિસ્થિતિમાં લિફટમા ફસાયેલા પરેશભાઈ નામના વૃધ્ધને જવાનોએ સીડી અને રસ્સીની મદદથી સલામત બહાર કાઢતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.