Get The App

એકમાત્ર વિદ્યાર્થી ગેરહાજર રહેતા આખું પરીક્ષા કેન્દ્ર ખાલી

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
એકમાત્ર વિદ્યાર્થી ગેરહાજર રહેતા આખું પરીક્ષા કેન્દ્ર ખાલી 1 - image

હળવદઃ હળવદની મંગલમ વિદ્યાલયમાં બોર્ડની પરિક્ષામાં અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોમવારે યોજાયેલી ધોરણ-૧૨ની 'પોલિટિક્સ' વિષયની પરીક્ષા માટે આ કેન્દ્ર પર માત્ર એક જ વિદ્યાર્થી નોંધાયો હતો. જોકે, પરીક્ષાના સમયે આ એકમાત્ર પરીક્ષાર્થી પણ ગેરહાજર રહેતા આખું કેન્દ્ર ખાલીખમ જોવા મળ્યું હતું. આ સ્થિતિને કારણે પરીક્ષાની વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવેલા સુપરવાઇઝરો અને વહીવટી સ્ટાફને 'નવરા ધૂપ' બેસવાનો વારો આવ્યો હતો. એક જ વિદ્યાર્થી માટે આખું કેન્દ્ર ફાળવવું અને ત્યારબાદ તેની ગેરહાજરીને કારણે સરકારી સંસાધનો, સમય અને શક્તિનો વ્યય થયો હોવાની ચર્ચા શિક્ષણ જગતમાં જાગી છે. આ ઘટનાએ બોર્ડની પરીક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓની ગંભીરતા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.