એક વર્ષ અગાઉ તંત્ર દ્વારા પુલ બંધ કરવામાં આવ્યો હતો
પુલ નીચેના ભાગે પોપડા પડતા અકસ્માતનો ભય, જીવના જોખમે લોકો પસાર થવા
મજબૂર બન્યાં
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં ખમીસાણા પાસે નર્મદા કેનાલ પરનો પુલ
એક વર્ષથી બંધ કરવામાં આવ્યો છે અને સમારકામ કે નવિનીકરણ કરવામાં આવ્યું નથી. જેના
કારણે જીવના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યાં છે.
સુરેન્દ્રનગરના દૂધરેજ નર્મદા કેનાલ પર ત્રણ પુલ બંધ કરવામાં આવ્યા છે. જે પૈકી
દુધરેજ પર નર્મદાને કેનાલ પર પસાર થાતં પુલનું સમારકામ કરી નાખવામાં આવ્યું છે. પરંતુ
ખમીસાણા પાસે નર્મદાનું કેનાલ પર પસાર થતો પુલ એક વર્ષથી બંધ કરવામાં આવ્યો છે અન
ેતેનું સમારકા કે નવીનીકરણનું કામ કરવામાં આવ્યું નથી. જેને લઇ ગ્રામજનો કંટાળ્યા છે.ચારથી
પાંચ ગામના લોકો રસ્તા પરથી અવરજવર કરે છે. આ પુલની જર્જરિત હાલત છે. પુલના નીચેના
ભાગેથી પોપડા પણ પડી રહ્યાં છે. સળિયા દેખાવા લાગ્યા છે. તંત્ર દ્વારા સમારકામમાં બેદરકારી
દાખવતા આખસે બંધ પુલ પરનો પાળો હટાવીને લોકોએ પુલ ફરી કરી નાખ્યો છે. જોકે, જર્જરિત પુલ હોવાથી જાનહાની થશે તો જવાબદાર કોણ ? તે
પ્રશ્ર ઉભો થયો છે.


