Gujarat

ડીફોલ્ટરોને એસ.પી. તરીકે ખોટી ઓળખ આપી ધમકાવતો શખ્સ દિલ્હીથી ઝડપાયો

By GS Team
2 Feb 20201 min read
This article was originally published on 2 Feb 2020
ડીફોલ્ટરોને એસ.પી. તરીકે ખોટી ઓળખ આપી ધમકાવતો શખ્સ દિલ્હીથી ઝડપાયો

જૂનાગઢ,તા.2 ફેન્યુઆરી 2020 રવિવાર

માંગરોળમાં રહેતા ક્રેડીટ કાર્ડના ડિફોલ્ટરને નાણાની રિકવરી કરવા માટે એસ.પી. તરીકે ખોટી ઓળખ આપી ધાક-ધમકી આપતા શખ્સની જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઈમ સેલે દિલ્હીથી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ માંગરોળમાં રહેતા એક વ્યક્તિ તેમજ અન્ય લોકો ક્રેડીટ કાર્ડના ડિફોલ્ટર હતાં. આ લોકો પાસેથી નાણાની રિકવરી કરવા માટે એક અજાણ્યો શખ્સ એસ.પી. તરીકે ખોટી ઓળખ આપી ફોન પર ધાક-ધમકી આપતો હતો. અને ડિફોલ્ટર ઉપરાંત તેના સગા-સબંધીને પણ ધમકાવી નાણા ભરપાઈ કરવા દબાણ કરતો હતો.

આ અંગે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેની રેન્જ સાયબર ક્રાઈમ એલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ બાદ ફોન કરનાર શખ્સ દિનેશ શ્રીધર કોચુરે હોવાનું જાણવા મળ્યું હતું. આથી રેન્જ સાયબર ક્રાઈમ સેલના સ્ટાફ દિલ્હી જઈ ત્યાંથી દિનેશ કોચુરેને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમ સેલના ઈન્ચાર્જ પી.આઈ.ત કે.એમ. મોરીએ જણાવ્યું હતું કે આ શખ્સ પાસે રિકવરી એજન્સી છે. પરંતુ તે ખોટી ઓળખ આપી ડિફોલ્ટરને ધમકી આપતો હતો. આથી તેને પકડી પાડવામાં આવેલ છે.