Gujarat

AMCના બજેટમાં લોલમલોલ, SC-STની વસતીમાં 20 વર્ષથી સરવે વિના બજેટની ફાળવણી

By GS TEAM
21 Feb 20261 min read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ચાલતા લોલમલોલની સ્થિતિ બજેટ બેઠકમાં બહાર આવી હતી. છેલ્લા વીસ વર્ષથી શહેરમાં એસ.સી. અને એસ.ટી.ની કયાં કેટલી વસ્તી છે તેનો કોઈ સર્વે કરાવ્યા વગર જ બજેટ ફાળવાતુ હોવાનો આક્ષેપ કરાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

AMCના બજેટમાં લોલમલોલ, SC-STની વસતીમાં 20 વર્ષથી સરવે વિના બજેટની ફાળવણી

AMC budget News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ચાલતા લોલમલોલની સ્થિતિ બજેટ બેઠકમાં બહાર આવી હતી. છેલ્લા વીસ વર્ષથી શહેરમાં એસ.સી. અને એસ.ટી.ની કયાં કેટલી વસ્તી છે તેનો કોઈ સર્વે કરાવ્યા વગર જ બજેટ ફાળવાતુ હોવાનો  આક્ષેપ કરાયો હતો.

વિપક્ષે કહ્યુ, સર્વે જ કરાયો નથી તેમ છતાં વર્ષ 2026-27ના બજેટમાં રુપિયા 3761 કરોડની ફાળવણી કરી છે પણ તેને  વાપરશો કયાં અને કેવી રીતે કરાશે આ મુદ્દે સત્તાધીશોએ  મૌન સેવી લીધુ હતું.

બજેટ બેઠકમાં વિપક્ષ તરફથી આક્ષેપ કરાયો કે, વર્ષ 2006-07ના મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં શહેરની 11 ટી.પી.સ્કીમ કે જેમાં એલિસબ્રિજ,દરિયાપુર-કાઝીપુર, સીટી વોલ ઈમ્પ્રુવમેન્ટ, અસારવા,રાજપુર-હીરપુર ઉપરાંત રખિયાલ,અમરાઈવાડી, બાપુનગર, અસારવા એકસ્ટેન્શન ઉત્તર અને દક્ષિણ તેમજ શહેરકોટડા, સારંગપુર, સુએઝ ફાર્મ, અને વાડજમાં ચાલીઓ અને ઝૂંપડાવાસીઓનુ પ્રમાણ વધુ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. વીસ વર્ષ પછી વર્ષ 2026-27ના બજેટમા પણ આ જ સ્થિતિ તમે દર્શાવી રહ્યા છો. તમારે કુલ બજેટની કેટલીક ચોકકસ રકમ આ બંનેની વસ્તી હોય તેવા વિસ્તારોમાં વિકાસકામો માટે ફાળવવી પડે એનો પણ તમે કોઈ ઉલ્લેખ કરતા નથી. આ ખુબ ગંભીર બાબત કહી શકાય.