Gujarat

જોડીયા પોલીસ સ્ટેશનના 2008ની સાલના ચોરીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી એલસીબીના હાથે ઝડપાયો

By GS TEAM
3 Jan 20261 min read
TukuTouch Logo
જોડીયા પોલીસ સ્ટેશનના 2008ની સાલના ચોરીના ગુનાનો ફરાર આરોપી મધ્યપ્રદેશના વતનીને ઝડપી લઈ આગળની તપાસ થવા જોડીયા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જોડીયા પોલીસ સ્ટેશનના 2008ની સાલના ચોરીના ગુનાનો નાસ્તો ફરતો આરોપી એલસીબીના હાથે ઝડપાયો

Jamnagar Police : જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ.એ તેઓની ટીમને સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પો.સ.ઈ. તથા પો.સ.ઇ. તથા સ્ટાફ જામનગર શહેર તથા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

 દરમ્યાન એલ.સી.બીના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી. જે હકિકતના આધારે જોડીયા તાલુકાના બાલાચડી ગામના પાટીયા પાસે રોડ ઉપર ઉભેલા જોડીયા પોલીસ સ્ટેશનના 2008ની સાલના ચોરીના ગુનાનો ફરાર આરોપી મધ્યપ્રદેશના વતની રીછુભાઇ ઉર્ફ રીચુભાઇ નથુભાઇ માવડા (ઉ.વ.49) ને ઝડપી લઈ આગળની તપાસ થવા જોડીયા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.