લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે સોલાર પ્રોજેક્ટની સાઇટ પર કામ કરતા કર્મચારીઓને એક ખેડૂતે ધમકી આપતા અને ગાળો બોલતતાં ખેડૂત સામે પોલીસમાં ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ફરીયાદી સુનીલભાઈ મણીલાલ પટેલ (ઉ.વ. 41, રહે જામનગર) પોતાની કંપની માઉન્ટેન રિન્યુએબલ પાવર લિ. દ્વારા મોટા ખડબા ગામના સર્વે નં. 867, 972 અને 973માં સોલાર પેનલ લગાડવાનું કામ કરી રહ્યા હતા. તા.22/04/2026ના રોજ સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં તેઓ અને તેમના કામદારો સર્વે નં. 972 પર કામ કરતા હતા.
તે દરમિયાન હરપાલસિંહ નરપતસિંહ જાડેજા (રહે મોટા ખડબા ગામ) ત્યાં આવી પહોંચ્યો હતો, અને કામ બંધ કરવા કહ્યું હતું. તેણે પોતાની ખેતીની જમીન સુધી જવા માટે 100 ફૂટનો રસ્તો કાઢી આપવાની માંગણી કરી હતી. વાતચીત દરમિયાન તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરીયાદી તેમજ કંપનીના કામદારોને ભુંડી ગાળો બોલી ધમકાવ્યા હતા.
આ ઉપરાંત આરોપીએ નજીકમાં પડેલા લાકડાના ધોકા સાથે હુમલો કરવાની કોશિશ કરી ફરીયાદીને “ટાટીયા ભાંગી નાખીશ” તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાથી સાઇટ પર તણાવ સર્જાયો હતો. આ બનાવ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 352, 351(2) તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.









