Gujarat

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: કાલોલમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ

By GS TEAM
11 Dec 20252 mins read
TukuTouch Logo
પંચમહાલના કાલોલમાં સંતરાની આડમાં શરાબની હેરાફેરી કરાતી હોવાની ઘટના સામે આવી છે. કાલોલની દેલોલ ચોકડી પરથી સંતરાની આડમાં આઈસર ટ્રકમાં લઈ જવાતા મસમોટા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખસને પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.42.39 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂ.53.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે કાલોલ પોલીસ મથકે બે શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: કાલોલમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ

Panchmahal News : પંચમહાલના કાલોલમાં સંતરાની આડમાં શરાબની હેરાફેરી કરાતી હોવાની ઘટના સામે આવી છે. કાલોલની દેલોલ ચોકડી પરથી સંતરાની આડમાં આઈસર ટ્રકમાં લઈ જવાતા મસમોટા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખસને પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.42.39 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂ.53.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે કાલોલ પોલીસ મથકે બે શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.



સંતરાની આડમાં શરાબની હેરાફેરી

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, એક આઈસર ટ્રકમાં સંતરા ભરેલા કેરેટોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવીને ગોધરાથી નીકળી વડોદરા તરફ પસાર થવાનો છે. બાતમીના આધારે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાલોલ તાલુકાની દેલોલ ચોકડી પાસે વડોદરા તરફ જતાં હાઇવે રોડ પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટેમ્પો જોવા મળતાં તેને રોકીને તેમાં તપાસ કરતા સંતરા ભરેલા કેરેટોની નીચેના ભાગે છુપાવેલો મસમોટો વિદેશી દારૂનો જથ્થો જોવા નજરે પડ્યો હતો. 


કાલોલમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ

સમગ્ર મામલે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિદેશી દારૂની ગણતરી કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓમાં ભરેલા 12,204 નાની-મોટી બોટલો જેની કિંમત રૂ.42,39,120/-, સંતરા ભરેલા કેરેટો નંગ 176 જેની કિંમત રૂ.1,10,000/- અને આઈસર ટ્રક જેની કિંમત રૂ.10 લાખ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.53,59,820/- ના મુદ્દામાલ સાથે આઈસર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા, પોલીસે માત્ર મુદ્દામાલ ઝડપ્યો, ખાણ માફિયાઓનો કોઈ પત્તો નહીં!

પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમન્ના તાલુકાના ભાઉડાના સોહનલાલ ઉર્ફે સોનુ બુધરામ બીશ્નોઈ અને સાંચોર તાલુકાના ગોમીના જગદીશ સદરામ બીશ્નોઈ બંનેની શખ્સો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.