VIDEO | ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બનતા દેશભરમાં ભવ્ય ઉજવણીનો માહોલ છવાયો છે. જેમાં ગુજરાતના અમદાવાદ, સુરત, અમરેલી, ભાવનગર સહિતના શહેરોમાં ક્રિકેટરસિકોમાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં ક્રિકેટરસિકોનું સેલિબ્રેશન
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં લોકો ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી રહ્યા છે. જેમાં નહેરુનગર, ધરણીધર, શાસ્ત્રીનગર, સિંધુભનવ રોડ, નારણપુરા સહિતના વિસ્તારોમાં ક્રિકેટરસિકો ભારતની ભવ્ય જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.


ગુજરાતભરમાં ખુશીનો માહોલ
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ છે. ફેન્સ ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરી રહ્યા છે. જેમાં જામનગરમાં લોકો ત્રિરંગા સાથે રસ્તા પર ઉતર્યા છે. વડોદરામાં લોકોએ પ્રતિકાત્મક ટ્રોફી સાથે ઉજવણી કરી. જ્યારે શહેરની કાછિયા પોળના સિનિયર સિટીઝન અનોખી હેટ પહેરીને જીતનું સેલિબ્રેશન કર્યું. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે.

સાવરકુંડલામાં ફટાકડાની આતશબાજી
ક્રિકેટના ઈતિહાસમાં બીજી વખત ભારતની ભવ્ય જીતથી અમરેલીમાં ખુશહાલી છવાઈ છે. જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ફટાકડાની આતશબાજી સાથે લોકો ઉજવણી કરી રહ્યા છે. ભારત 2026નો વર્લ્ડકપ જીત્યો છે, ત્યારે ઢોલના તાલે લોકો ડાન્સ કરી રહ્યા છે. દેશભરમાં જશ્નનો માહોલ છે.

ડ્રો શૉના અદભૂત દ્રશ્યો









