Gujarat

કવાંટ તાલુકામાં ધો-૮ની વિદ્યાર્થિની પર શિક્ષક તેમજ તેના મિત્રનો બળાત્કાર

By GS Team
9 Aug 20251 min read
This article was originally published on 9 Aug 2025
કવાંટ તાલુકામાં  ધો-૮ની વિદ્યાર્થિની પર શિક્ષક તેમજ તેના મિત્રનો બળાત્કાર

નસવાડી તા.૯ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક ગામની ધોરણ ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉપર શિક્ષક અને તેના મિત્રએ વારંવાર દુષ્કર્મ આચરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કવાંટ તાલુકાના એક ગામની દીકરી ધોરણ ૮માં અભ્યાસ કરે છે અને તેજ શાળાના શિક્ષક ઉમંગ હર્ષદ રાઠવા (રહે.નવાલજા,તા.કવાંટ) તેમજ તેના મિત્ર અમિત સુરેશભાઈ રાઠવા (રહે.રાયસીંગપુરા, તા.કવાટ) બંને વિદ્યાર્થિનીને પટાવી ફોસલાવીને વારંવાર એક હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. 

શિક્ષક અને તેના મિત્રના શારીરિક શોષણની વાત વિદ્યાર્થિનીએ તેની માતાને જણાવતા સમગ્ર વિગતનો પર્દાફાશ થયો હતો અને બાદમાં ગ્રામજનો સાથે આવીને નરાધમ શિક્ષક અને તેના મિત્ર સામે કવાંટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવનાર શિક્ષક પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. 

પોલીસ ફરિયાદ મુજબ હોટલ તેમજ તેના સીસીટીવી કેમેરાની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઇ છે જ્યારે પ્રવાસી શિક્ષક તેમજ તેનો મિત્ર બંને ફરાર થઇ જતા પોલીસે બંનેની શોધખોળ પણ હાથ ધરી છે.