Gujarat

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ : 260 ઉમેદવારો મેદાનમાં, 414 મતદાન મથકો પર મતદાન

By GS TEAM
18 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્તરે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ : 260 ઉમેદવારો મેદાનમાં, 414 મતદાન મથકો પર મતદાન

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્તરે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ ચૂંટણીમાં કુલ 260 ઉમેદવારો વિવિધ વોર્ડમાંથી મેદાનમાં ઉતર્યા છે. શહેરના 16 વોર્ડમાં ફેલાયેલા કુલ 414 મતદાન મથકો પર મતદાન યોજાશે. જામનગર શહેરના કુલ 4,42,841 મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે.

વોર્ડવાર વિગતો મુજબ વોર્ડ નં. 1માં 20 ઉમેદવારો અને 30 મતદાન મથકો સાથે 31,714 મતદારો છે, જ્યારે વોર્ડ નં.2માં 8 ઉમેદવારો અને 23 મતદાન મથકો છે. વોર્ડ નં.3માં 16 ઉમેદવારો છે. વોર્ડ નં.4માં 12 ઉમેદવારો અને 26 મતદાન મથકો સાથે 25,493 મતદારો નોંધાયા છે.

આગળના વોર્ડોમાં પણ વિવિધ સંખ્યામાં ઉમેદવારો અને મતદારો નોંધાયેલા છે, જેમાં વોર્ડ નં. 11 અને 12માં સૌથી વધુ મતદારો અનુક્રમે 34,630 અને 35,740 નોંધાયા છે. વોર્ડ નં.15 અને 16માં 39-39 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જે સૌથી વધુ છે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના મતાધિકારનો જાગૃતપણે ઉપયોગ કરે અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ ભજવે.